Good Morning Gujarati Suvichar | ગુજરાતી ભાષામાં સુવિચાર
Good morning gujarati suvichar:- આ લેખમાં અમે તમારા માટે ગુજરાતી ભાષામાં સુવિચાર લઈને આવ્યા છે
નમસ્કાર મિત્રો, કેમ છો મિત્રો, મને આશા છે કે તમે બધા સારા હશો. આજના લેખમાં અમે તમને આપીશું Good Morning Gujarati Suvichar જે તમને સવારે નવી ઉર્જા આપશે અને સકારાત્મક અન્ય લોકો સાથે “Good Morning Gujarati ” કહેવાથી સકારાત્મક પરિવર્તન લાવવામાં મદદ મળે છે.
તમે નીચે આપેલા ગુજરાતી સુવિચારનો ઉપયોગ કરીને દરરોજ સવારે તમારી લાગણીઓ વ્યક્ત કરી શકો છો. આ સુવિચારોને તમે પ્રિયજનો, માતા-પિતા, મિત્રો વગેરેને પહોંચાડી શકો છો. જો તમે એક થી એક યુનીક સુવિચાર વિશે જાણવા માંગતા હોવ તો આ લેખને અંત સુધી ચોક્કસ વાંચો.
Good Morning Gujarati Suvichar
લાગણીઓ ત્યાં જ વ્યકત કરો જ્યાં એની કદર હોય બાકી આંખમાંથી નીકળતાં આંસુને પણ લોકો પાણી જ સમજે છે
જ્યારે બીજાને સમજાવવા અઘરું થઇ જાય ત્યારે પોતાને સમજાવી દેવું વધુ યોગ્ય છે.
હૃદયમાં આવકારો બધાને અપાય બાકી સ્થાન, અમુકને જ અપાય.!
સામે ઊભેલો પહાડ નહીં, જુતામાં રહેલો કાંકરો ચઢાઈમાં થકવી નાંખે છે.
આપણે રોજ વિચારીયે કે “જે થાય એ જોયું જશે" પછી જે થાય એ જોવાતું નથી..!
કોઈ વિકલ્પ ના બચે ટકી રહેવાનો.. ત્યાં, સ્મિત આપી ચાલી નીકળવું.
દરેક ગુસ્સાનું કારણ "નફરત" નથી હોતી, ક્યારેક ચિંતા, કાળજી અને પ્રેમ પણ હોઇ શકે છે..
કોઈકે મને પૂછ્યું, 'તને દુઃખ કોણે આપ્યું?' મેં જરાક હસીને કહ્યું, 'મારી પોતાની અપેક્ષાએ..!
કાયમ લુંટાવાનું તોય ખુશ રહેવાનું, "તેનું નામ જિંદગી !!
વિચારો શુદ્ધ અને શુભ ના રાખીએ ત્યાં સુધી દરવાજા પર શુભ-લાભ લખવાનો કોઈ અર્થ નથી.
જે આસાનીથી મળે છે તે કાયમ રહેતું નથી, જે કાયમ રહે છે તે સહેલાઈથી મળતું નથી.
જિંદગી એટલે ફાટેલા ખિસ્સે ઠસો ઠસ ભરેલી જવાબંદારીઓનો રોકડી હીસાબ!
માણસ જીવન કરતાં મૃત્યુની વાતોમાં વધારે રસ લેતો હોય ત્યારે સમજવું કે એ માણસ બધી રીતે હારી ગયેલ
જ્યારે અંગત માણસો જ તમારા હારવાની રાહ જોતા હોય ત્યારે આખી દુનિયા જીતી લેવાનો પણ કોઈ અર્થ નથી રહેતો..!!
જેની સાથે હૃદયને બહુ વધારે શાંતિ મળે છે એ વ્યક્તિ સાથે રહેવા સમય ઓછો મળે છે.
દરેકના જીવનમાં એક સોંગ, એક કોલ, એક મેસજ અને એક વ્યક્તિ એવી હોય છે જેના આવવાથી એક મિનિટમાં મૂડ સારો થઈ જાય છે..!
પિતાએ ધમકાવેલ પુત્ર ગુરુની સજા મેળવેલ શિષ્ય અને સોનીએ ટીપેલ સોનું આ ત્રણેય આભૂષણ જ બને છે
આકાશમાં ઊડતાં બલૂન પાસેથી એક શીખ લેવા જેવી છે જે બહાર છે એ નહીં પણ જે અંદર છે એ આપણને ઉપર લઈ જાય છે..!!
મતલબી વ્યક્તિઓ વચ્ચે રહેવું એના કરતાં આપણે આપણી મોજમાં રેહવું સારું.
હસ્તમેળાપથી મન નથી મળી જ્યાં મન મેળાપ તો ખરાબ સમયમાં પણ હાથ પકડી રાખવાથી થાય છે
જિંદગીમાં ભલે હજારો મતલબી લોકો ભટકાય પણ એક લાગણીશીલ વ્યક્તિ મળી જાય એટલે હિસાબ બરાબર થઈ જાય.
કોઈ સાથે એકલા રહેવું પડે એનાથી તો, આપણા એકાંત સાથે એકલા રહેવું ભવું
કોઈ પણ તક માત્ર બારણું ખખડાવે છે, ખોલવા તો આપણે જ ઊભા થવું પડે છે..!!
અમુક વાતો.. ખાલી વાતો જ રહી જતી હોય છે!
જીવનની બધી મૂંઝવણો ઓછી થઈ જાય, બસ એકવાર સંબંધોમાં તિરાડ ઓછી થઈ જાય.
જે વ્યક્તિ દૂર રહીને પણ પાસ હોય, તો સમજો કે તેનો સંબંધ તમારા આત્મા સાથે છે.
તરસ્યાને પાણી, ભૂખ્યાને અન્ન અને મનથી હારી ચૂકેલ વ્યક્તિને હિંમત આપવી, આનાથી વિશેષ ના તો કોઈ ધર્મ છે કે ના તો કોઈ પુણ્ય છે.
જેટલું ઓછું બોલશો એટલા જ તમારા શબ્દો વધારે પ્રભાવશાળી થશે.
શબ્દો હંમેશા વિચારીને વાપરવા, કેમ કે લોકો તમારા સ્વભાવનું આંકલન તમારા શબ્દો પરથી જ કરે છે.
સંસાર વિચારોની ભિન્નતાથી ભરેલો છે, એમાંથી જે વિવકની કસોટીએ સાચું હોય તેનો જ સ્વીકાર કરો.
પિતા લીમડાના ઝાડ જેવા હોય છે, જેના પાંદડા કડવા હોઈ શકે છે, પણ છાંયો હંમેશા ઠંડક આપે છે.
કોઈના ગુસ્સાને નફરત ન સમજો. કારણ કે ગુસ્સો તે જ કરે છે જેને તમારી ચિંતા હોય છે.
એ સંબંધ કયારેય તૂટતો નથી, જેને નિભાવવાની ઇચ્છા બંને તરફથી હોય
બધાનો સાથ રાખો, પણ સાથમાં ક્યારેય સ્વાર્થ ના રાખો.
કિંમતે બન્નેની ચુકવવી પડે છે. જરૂર વગર બોલવાની.. અને ખરેખર જરૂર છે.. ત્યાં ચૂપ રહેવાની..!!
કોઇના સદગુણ લુંટતા શીખી જઈએ તો વાલિયા માંથી વાલ્મિકી થવું કઈ અઘરું નથી
જે જીતે છે એ ક્યારેક હારી પણ શકે છે પરંતુ જે બીજાને જીતાડે છે એ ક્યારેય હારતો નથી
બોલી ને બગાડવું એના કરતાં શાંત રહીને સબંધ ઓછા કરી નાખવા વધારે સારાં
હાસ્ય સાથે હું દરરોજ સંતાકૂકડી રમુ છું, પણ હાસ્ય ને શોધુ તે પહેલા દર્દ થપ્પો કરી જાય છે.
દરેક સબંધ એક હુંફ માંગે,પછી એ શબ્દોની હોય, સ્પર્શની હોય કે પછી વિચારોની...
સમાજના બજારમાં સલાહ એકદમ હોલસેલ ના ભાવે મળે છે. અને જો સહકાર માંગીએ તો વ્યાજે મળે છે...!
કુવા નું પાણી પીને લોકો 100 વર્ષ જીવી ગયા અને આજે લોકો પ્લાસ્ટિક ની બોટલો માં સ્વચ્છ પાણી શોધે છે.
બે શબ્દો બહુ જ મુશ્કેલ હોય છે પહેલી વાર અજનબી બની ને "Hi" અને છેલ્લી વાર કોઈ ખાસ વ્યક્તિને "Good Bye"
જીવન માં પાછળ જુઓ અનુભવ મળશે જીવન માં આગળ જુઓ આશા મળશે આજુ બાજુ જુઓ સત્ય મળશે પોતાની અંદર જુઓ આત્મવિશ્વાસ મળશે
બંધાયેલા સંબંધ પાછળનું "કારણ" કદિયે ન શોધવું, મળી ગયુ એકાદ તો મુંજવણ વધી જશે.
જે ઈશ્વર અચાનક જ વાતાવરણ બદલી શકતો હોય.. તે ગમે ત્યારે પરિસ્થિતિ તો બદલી જ શકે છે.
વેદના સમજવા માટે સંવેદના હોવી જોઈએ કેમ કે ભાષાનો અનુવાદ શક્ય છે ભાવનાઓનો નહીં.
અપેક્ષાઓ જયાં ખતમ થાય છે, શાંતિ ત્યાં જ શરૂ થાય છે.
દુનિયાનો નીયમ છે સાહેબ, તમે જેટલું એને માન આપશોને એટલું જ તમારું ગુમાવશો !!
સિદ્ધાંત કરતાં સહકાર અને બહુમતી કરતાં સહમતી શ્રેષ્ઠ છે બહું દુર જોશો તો નજીક નહી દેખાય બહું ખામીઓ જોશો તો ખાસિયત નહી દેખાય..
સંબંધો દીવાસળી જેવાં થતાં જાય છે, સહેજ પણ ઘર્ષણ થાય, ત્યાં તો સળગી ઉઠે છે....
સમય ને સમજવો સમજદારી છે, પરંતુ સમય પર સમજી જવું એ જવાબદારી છે..!!
સારા વર્તનમાં એટલી તાકાત હોય છે કે, એ ખરાબમાં ખરાબ માણસને પણ શરમાવી શકે છે !!
સિમેન્ટ પાસેથી પણ એક શીખ મળે છે જોડવા માટે નરમ હોવું જરૂરી છે અને જોડી રાખવા માટે સખત પણ હોવું જરૂરી છે !
હું સુખી છું, એની પાછળનું કારણ એ છે કે મારે કોઈની પાસેથી કાઈ જોઈતું નથી!
વાતને ભૂલવાની હતી અને હાથને પકડી રાખવાનો હતો. લોકોએ વાતને પકડી રાખી અને હાથને છોડી દીધો..!!
એક ભાઈએ પૂછછ્યું., સાહેબ જમાનો શાર્નો છે? મેં ગંભીર હાસ્ય સાથે કહ્યું ફોટાનો અને ખોટાનો !
માણસ ઉપરવાળા સામે ત્યારે જ જોવે છે...જયારે નીચેવાળા બધા સાથ છોડી દે છે
ખોટું કરે એનું ટકતું નથી, અને સાચું કરે એનું કદી અટકતું નથી...
સત્ય મૌન રહે તો સૌ પૂજે છે, સત્ય બોલવા લાગે તો સૌ ધ્રુજે છે !!
પહેલા પોતાના પર ધ્યાન આપો, પછી બીજાને જ્ઞાન આપો.
અરીસો જાતે જોઇએ તો જ સારો લાગે, કોઇ બીજું બતાવે ત્યારે ખરાબ લાગે..
કેટલીક પીડા કશુંક...ગુમાવ્યાની નથી હોતી, વ્હાલા પણ છેતરાયાની હોય છે..
જરાક ભિનાશ મળતા એ કેવી પાંગરી ઉઠે છે, લાગણીઓ ભલા ક્યાં ચોમાસાની રાહ જુએ છે!
ઓળખાઈ જવાનો ડર અસત્યને હોય, સત્ય તો ઇચ્છે કે, મને બધાં ઓળખે....
તમારું મહત્વ ક્યાં સુધી,તમારાથી સારું ના મળે ત્યાં સુધી.
છૂટવું અને બંઘાવુ હાથને શોભે, સાથ અને સબંઘ ને નહિ...
કોઈપણ વાંક વગરનો જ્યાં વટ હશે, સંબંધ અમારોય ત્યાં કટ હશે !!
વસ્તુઓ ત્યાં સુધી જ આકર્ષિત કરે, જ્યાં સુધી એ તમારી પાસે ના હોય !!
સુખ સવાર જેવું છે, માગો તો ન મળે, જાગો તો જ મળે !!
બધા દેશોની સંસ્કૃતિ દ્રાક્ષની છે સાહેબ, જ્યારે મારા ભારતની સંસ્કૃતિ રુદ્રાક્ષની છે !!
તકલીફ હવે કંઈ ખાસ નથી રહી, જે નથી મળ્યું હવે એની આશ નથી રહી !!
આભાર માનવાવાળો ક્યારેય ગરીબ નથી હોતો, ને ધીરજ રાખવાવાળો ક્યારેય નિષ્ફળ નથી હોતો !!
એક ભૂલ તમારો અનુભવ વધારી દે છે, અને આ અનુભવ તમારી ભૂલો ઘટાડી દે છે !!
સાચો માણસ એજ છે જે નાના માણસોની કદર કરે, કેમ કે દિલતો બધા પાસે હોય છે પણ દિલદાર બધા નથી હોતા !!
દુઃખી થવાનો આ રસ્તો છોડી દો, જેને તમારી કદર જ નથી એના માટે હદથી વધારે ઘસાવાનું છોડી દો !!
જયારે કોઈ તમને ભડકાવવાનો પ્રયત્ન કરે, ત્યારે શાંત રહેવાની મજા જ કંઈક અલગ હોય છે !!
ભૂલ એનાથી જ થાય છે જે સારું કરવા ઈચ્છે છે બાકી કંઈ નહી કરવાવાળા તો ભૂલો જ શોધ્યા કરતા હોય છે.
કંઈ નહીં નો ઘણો મતલબ હોય છે, જો સામે વાળું વ્યક્તિ સમજદાર હોય તો !!
ખરાબ સમયમાં પોતાને કમજોર ન સમજો, કારણ કે તમારી અંદર એક મોટી તાકાત છે.
બધી કળાઓમાં શ્રેષ્ઠ કળા હળીમળીને સાથે રહેવાની છે, બાકી છુટા પડવાની કળા તો દરેક પાસે હોય જ છે !!
તું નીચે પડી તો જો કોઈ નહીં આવે ઉપાડવા, તું જરા ઉડી તો જો બધા આવશે તને પછાડવા !!
તક માત્ર દરવાજો ખખડાવી શકે સાહેબ, બાકી દરવાજો તો આપણે જ ખોલવો પડે !!
ક્યારેક હું સમજી ના શકું ને તો તું કહી દેજે, અને ક્યારેક હું કહી ના શકું તો તું સમજી જજે !!
"વચન" એક પણ કાનામાત્ર વગરનો શબ્દ, તાકાત આખી બારાખડી કરતા વધુ!!
થોડું બોલીને શબ્દોમાં વજન રાખશો ને સાહેબ, તો કોઈ ક્યારેય તમારી ડીગ્રી પૂછવાની હિંમત નહીં કરે !!
જો પોતાની જાત પર વિશ્વાસ હોય ને, તો બંધ દરવાજો પણ એક રસ્તો બની જાય સાહેબ !!
ભૂલ માફ કરવી અને ભૂલને ભુલાવી દેવી, આ બંને વાતમાં ઘણો તફાવત હોય છે !!
અંધારી રાત માત્ર એના માટે હોય છે, જેને મહેનતની મીણબત્તી જલાવતા નથી આવડતી !!
નીંદર અને નિંદા પર જે વિજય મેળવી લે છે, એને આગળ વધવાથી કોઈ નથી રોકી શકતું!!
સુખ મેળવવા માટે જો તમે કોઈને દુઃખી કરશો, તો તમે ક્યારેય ખુશ નહીં રહો!!
એ બારી બંધ કરી દો જે તમને હંમેશા દુઃખ આપે છે, ભલે દ્રશ્ય ગમે તેવું સુંદર હોય !!
ધ્યાન રાખજો બીજાનું સાંભળવામાં, પોતાનાને ના ખોઈ બેસતા !!
સત્ય હંમેશા શાંત હોય છે, ઘોંઘાટ તો બસ અસત્યનો હોય છે !!
જમાનો એવો છે સાહેબ કે ફરજ નિભાવી લેવાની પણ કદરની અપેક્ષા નહીં રાખવાની..!!
જો તમને આ લેખમાં "good morning gujarati suvichar" પસંદ આવ્યો હોય તો WhatsApp, Facebook , Instagram ઉપર તમારા મિત્ર જોડે સેર કરજો
આભાર .....🙏🌹જય શ્રી ક્રિષ્ના🌹🙏
Comments
Post a Comment